Unlimited Plugins, WordPress themes, videos & courses! Unlimited asset downloads! From $16.50/m
Advertisement
  1. Code
  2. iOS
Code

ડિઝાઇન, ધ્વનિ અને સંગીત સાથે તમારી મોબાઇલ ગેમને ઉર્જાવાન બનાવો

by
Length:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

એક સફળ ગેમ-રમત સુંદર રીતે પરિકલ્પીત-ડિઝાઇન કરેલી અને તલ્લીન કરી દે એવી હોવી જોઈએ. જોકે, મોટાભાગના ગેમ ડેવલપર્સ સારા ડિઝાઇનર નથી હોતા.અને તે ડિઝાઇન કરવાનું અટકાવતું નથી. તમારી ગેમ-રમત લોકોને રમવા માટે આકર્ષે તેના માટે ધ્વનિ-સાઉન્ડ અને મ્યુઝિક-સંગીત એટલા જ મહત્વપૂર્ણ છે.

સદભાગ્યે, તમારે એક અદ્દભુત ગેમ-રમત બનાવવા માટે એક ડિઝાઇનર બનવાની અથવા કોઈ સાથે ભાગીદારી કરવાની જરૂર નથી. તમે Envato Market-એન્વાટો માર્કેટ પર તમારી રમત માટે જરૂરી એવા બધા સ્રોતો શોધી શકો છો. આ લેખમાં, હું તમને Graphic River-ગ્રાફિક રિવર અને Audio Jungle-ઑડિઓ જંગલ પર શું શોધી શકો છો તે વિશેની એક ઝાંખી આપું છું જેથી તમે તમારી આગામી મોબાઇલ ગેમ બનાવી શકો.

૧. Game Kits-ગેમ કિટ્સ-રમત બનાવવાના સંપુટ

Envato Market-એન્વાટો માર્કેટ તમારી આગામી ગેમ-રમત માટે અસલ, ઉચ્ચ ગુણવત્તાવાળા એસેટ્સ-અસ્ક્યામત શોધવા માટે ઉત્તમ સ્રોત છે. જો તમે એન્ડલેસ રનર-અનંત દોડવીર કે પછી એક ટાવર ડિફેન્સ-સંરક્ષણની ગેમ-રમત બનાવી રહ્યા હો, શક્યતાઓ છે કે તમે Graphic River-ગ્રાફિક રિવર પર ઘણી સરસ ગેમ કિટ્સ શોધી શકો છો. ચાલો, હું તમને કેટલાક ઉદાહરણો બતાવું.

Strategy Game Kit-સ્ટ્રેટેજી ગેમ કીટ-વ્યૂહરચનાવળી રમતનો સંપુટ

આ ગેમ કિટ ગ્રાફિક્સ, બેકગ્રાઉન્ડથી મેનુ સુધી અને, અલબત્ત, ટાંકીઓ, ગોળીઓ અને બોમ્બથી સુસજ્જ કરવામાં આવેલ છે.સમાવિષ્ટ એસેટ્સ-અસ્ક્યામતો સાથે તમે શું કરી શકો તે સમજાવવા માટે આઇટમમાં કેટલાક એનિમેટેડ GIF પણ શામેલ છે.

Tank Wars

Platform Game Kit-પ્લેટફોર્મ ગેમ કીટ-મંચવાળી રમતનો સંપુટ

ભલે પ્લેટફોર્મ ગેમ્સની શોધ દાયકાઓ પહેલા થઈ હોય, પણ તે પહેલાથીએ વધુ લોકપ્રિય છે, ખાસ કરીને મોબાઇલ ઉપકરણો પર. આ ગેમ કીટમાં તમારી આગામી પ્લેટફોર્મ ગેમ માટે બેકગ્રાઉન્ડ્સ, કેરેક્ટર્સ-પાત્રો, અવરોધો અને મેનૂઝની શ્રેણી શામેલ છે. આ આઇટમમાં તમારા ગેમ ડેવલોપમેન્ટના પથ પર તમને મદદ કરવા માટે કેટલાક એનિમેટેડ GIF પણ શામેલ છે.

Platform Game Kit

Pixel Art Game Kit-પિક્સેલ આર્ટ ગેમ કીટ

જો તમે થોડા જુનવાણી છો અને પિક્સેલ આર્ટ-કલા માટે સોફ્ટ સ્પોટ-લગાવ છે, તો પછી તમને આગામી ગેમ કિટ પસંદ આવી શકે છે. આ આઇટમ બધા જ એસેટ્સ-અસ્ક્યામત નો સમાવેશ કરે છે જે તમને Sonic the Hedgehog-સોનિક ઘી હેજહોગ અથવા Super Mario Bros-સુપર મારિયો બ્રધર્સ જેવી ક્લાસિક પ્લેટફોર્મ રમત બનાવવાની જરૂર છે.

આ આઇટમમાં તમારી રમતના લેવલ્સ-સ્તરો, વિવિધ પાત્રો, બેકગ્રાઉન્ડ્સ, અવરોધો અને શિલ્પકૃતિઓ બનાવવા માટે ઘણી બધી ફાઇલો શામેલ છે. રચયિતાએ તમને પસંદ કરી શકો એ માટે ઘણી પિક્સેલ આર્ટ-કલા ગેમ કિટ્સ બનાવી છે. Envato Market-એન્વાટો માર્કેટ પર સંગ્રહ તપાસો.

Pixel Art Game Kit

Pong Game Kit-પોંગ ગેમ કીટ

મને ખાતરી છે કે તમે લોકપ્રિય રમત Pong-પોંગ વિશે જાણો છો, અથવા તો રમ્યા છો. વર્ષો દરમ્યાન, આ વિષયવસ્તુ-થીમ પર ઘણી વિવિધતા પ્રકાશિત કરવામાં આવી હતી. જો તમે સમાન પ્રકારની રમત બનાવવાની યોજના તૈયાર કરો છો, તો તમે આ આઇટમ પર એક નજર મારી શકો છો. રચયિતાએ સિત્તેરના દાયકાની આ લોકપ્રિય રમતની વિવિધતા માટેની પ્રેરણા તરીકે સોકર રમતનો ઉપયોગ કર્યો હતો. તેમાં મેનુઓ, કેટલાક રમવાના મેદાનો, એનિમેશન, અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે.

Pong Game

Jump Game Kit-જમ્પ ગેમ કીટ-કુદકા મારવાની રમતનો સંપુટ

આ ગેમ કિટ તમારી આગામી જમ્પ ગેમ માટે એકદમ યોગ્ય છે. તે એસેટ્સ-અસ્કયામતોની વિશાળ શ્રેણી ધરાવે છે, જેમાં અનેક પાત્રો, દુશ્મનો, મેનુઓ, કૉલીસન્સ-અથડામણ અને બેકગ્રાઉન્ડ્સ નો સમાવેશ થાય છે. આર્ટવર્ક-કલાકામ આકર્ષક છે અને વિવિધ ફાઇલ ફોર્મેટ્સમાં ઉપલબ્ધ છે.

Jump Game Kit

Card Game Kit-કાર્ડ ગેમ કીટ-પત્તા રમવાની રમતનો સંપુટ

સેંકડો કાર્ડ ગેમ્સ-પત્તાની રમતો ઉપલબ્ધ છે, patience-પેશન્સ થી poker-પોકર સુધી, અને તેઓ મોબાઇલ ઉપકરણો પર અત્યંત લોકપ્રિય છે. આ આઇટમમાં તમને કાર્ડ ગેમ બનાવવા માટે જરૂરી બધું શામેલ છે. તેમાં પોકર ચિપ્સ, ટેક્ચર્સ અને બેકગ્રાઉન્ડ્સ પણ શામેલ છે.

Card Game Kit

૨. Game Assets-ગેમ એસેટ્સ-રમત બનાવવાની અસ્કયામતો

જો તમે ગેમ કિટ્સ ન શોધી રહ્યા હો, તો પછી Envato Market-એન્વાટો માર્કેટ હજુ પણ તમને મદદ કરી શકે છે. Graphic River-ગ્રાફિક રીવર ગેમ ડેવલોપર્સ-રમત વિકાસકર્તાઓ માટે હજારો વસ્તુઓ આપે છે, જેમ કે બેકગ્રાઉન્ડ્સ, કેરેક્ટર્સ-પાત્રો, ઓબ્સ્ટેકલ્સ-અવરોધો, પેટર્ન્સ અને ઘણું બધુ. નીચેની પસંદો પર એક નજર કરો.

Backgrounds-બેક્ગ્રાઉંડ્સ-પાર્શ્વભૂમિઓ

Vitaly Vill-વીટાલી વિલ

Vitaly Vill

Creativerush-ક્રિએટિવરશ

Creativerush

Sprites-સ્પ્રાઇટ્સ-કાલ્પનિક પાત્રો

2D Knight-૨-ડી નાઈટ-દ્વિપરિમાણીય શહેનશાહ

2D Knight

Ninja-નીન્જા

Ninja

GUIs-જિયુઆઈસ

Forest Game GUI-ફોરેસ્ટ ગેમ જિયુઆઈ

Forest Game GUI

Playful GUI-પ્લેફુલ જિયુઆઈ 

૩. Sound Effects-સાઉન્ડ ઇફેક્ટ્સ

Audio Jungle-ઑડિઓ જંગલ રમતો માટે સાઉન્ડ-ધ્વનિ અને મ્યુઝિક-સંગીત શોધવા માટે એક ઉત્તમ સાધન છે. તે ગેમ ડેવલપર્સ-રમત વિકાસકર્તાઓ માટે હજારો વસ્તુઓની પ્રસ્તુત કરે છે. તમને વસ્તુઓની ફક્ત સૂચિ બતાવવી એ તમે જે શોધી રહ્યાં છો તે શોધવામાં તમારી સહાયક નહિ બને. તેના બદલે, Audio Jungle-ઑડિઓ જંગલની મુલાકાત લો અને Game Sounds-ગેમ સાઉન્ડ્સ વિભાગને બ્રાઉઝ કરો. તમે શું શોધી રહ્યા છો તે મેળવવા માટે તમે થોડા ફિલ્ટર્સ ઉમેરી શકો છો કારણ કે પસંદ કરવા માટે હજારો વસ્તુઓ છે.

૪. Game Music-ગેમ મ્યુઝિક-રમત દરમ્યાન વાગતું સંગીત

સારી ગેમ-રમતને સંગીતની આવશ્યકતા પણ છે. એક ગેમ ઝડપથી કંટાળાજનક બની જાય છે જ્યારે તમે સાંભળો છો તે ફક્ત સાઉન્ડ ઇફેક્ટ્સ હોય અથવા તો એનાથી એ ખરાબ, કંઇ અવાજ જ ન હોય. Audio Jungle-ઑડિઓ જંગલ તમને આ અંગે પણ મદદ કરી શકે છે. તે ઘણા પ્રકારની રમતો માટે અનેક આઇટમ્સ પ્રસ્તુત કરે છે. Ghetty-ઘેટ્ટી દ્વારા આ casual gameplay loop-કેઝ્યુઅલ ગેમપ્લે લૂપની જેમ, જે વસ્તુઓ સહેલાઇથી લૂપ-પુનરાવર્તિત રીતે ચાલુ રાખી શકાય તેવી વસ્તુઓને શોધવી મહત્વપૂર્ણ છે.

નિષ્કર્ષ

તમારી રમત ગમે તેટલી સારી કેમ ના હોય, પણ તે એક સુંદર ડિઝાઇન, સાઉન્ડ-ધ્વનિ અને મ્યુઝિક-સંગીત વિના અધૂરી છે. હું આશા રાખું છું કે આ લેખે તમને એ વાતથી માહિતગાર કર્યા છે કે તમે જે શોધી રહ્યા છો તેને મેળવવા માટે તમારે ઘણા પૈસા ખર્ચવાની જરૂર નથી. પ્રારંભ કરવા માટે Graphic River-ગ્રાફિક રિવર અને Audio Jungle-ઑડિઓ જંગલની મુલાકાત લો.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.